Humanity Towards Real Heroes

આજે આખા દેશ માં કરવામાં આવેલ લોકડાઉન નો ૪ થો દિવસ છે. આ લોકડાઉન માં પણ એવા ઘણા લોકો છે જે તેમની ડયુટી પર જાય છે એ અત્યાર ના આપણા સાચા અર્થ માં હીરો છે. કોરોના નો ડર, છતાં એ દેશ ની કરોડો ની જનસંખ્યા ને પરેશાની ના થાય માટે તે લોકો મેહનત કરી રહ્યા છે. એમના પરિવાર ને એક બીક રેતી હોય કે એમને કંઇક થઇ ના જાય પણ એમને પણ એમના પ્રત્યે ગર્વ થતો હોય જે આવા કપરા સમય માં પણ દેશ માટે એમની ડયુટી પર જઈ રહ્યા છે.

COVID-19

Let’s Be Thankful To Doctor’s And

Recall Our Humanity

Towards Them.

#LOcKDoWN21DaYs

અત્યારે જે લોકો એમની ડયુટી પર જઈ રહ્યા છે એમાં હેલ્થ વર્કર, પોલીસ, ડેરી, કિરાણા દુકાન, LPG ડીલર, પત્રકાર વગેરે …… આના સિવાય પણ એવા ઘણા લોકો છે જે એમની જવાબદારી નિભાવી રહ્યા છે. એ લોકો એમની ડયુટી પર જઈને દેશ પ્રત્યે એમનો પ્રેમ બતાવી રહ્યા છે. અને આપણે ઘર માં રહીને દેશ પ્રત્યે નો પ્રેમ બતાવાનો છે તો પણ લોકો એ નથી કરી શકતા. તમને તો ઘર માં બેસી ને તમારા જીવ ને જોખમ ના થાય એ રીતે દેશ પ્રેમ બતાવા નો છે તો પણ ઘણા લોકો બહાર નીકળે છે અને આ કોરોના ને આમંત્રિત કરે છે.

ઘણા લોકો તો એવા છે કે જે આપડા સાચા અર્થ માં હીરો છે તેમને માન પણ નથી આપતા. એ લોકો એમના જીવ ના જોખમે બહાર છે તો આપણી પણ થોડી ફરજ છે એમના પ્રત્યે માનવતા દેખાડવાનો, બીજું કઈ નઈ તો એમને આદર તો આપી જ શકો છો. વધારે તો ડોક્ટર, પોલીસ અને સરકાર ને આદર આપવાની જરૂર છે કારણકે એ લોકો એમની ફરજ બજાવે છે એટલે જ તમે અત્યારે સુરક્ષિત છો, ભલે તમે ઘર માં બંધ છો પણ સલામત તો છો ને એ એમના લીધે, તો મહેરબાની કરીને જે લોકો એમની ફરજ બજાવી રહ્યા છે એમને થોડો આદર આપો, અને નથી આપી સકતા, તો પોતાની જાત ને ઘરમાં બંધ કરી ને રાખો તો પણ એમના માટે બહુ મોટી વાત છે.

તમે ઘર માં લોક રેહ્સો તો એટલો કોરોના ઓછો ફેલાશે અને એટલા કેસ વધતા ઓછા થશે અને ડોકટરો, પોલીસ અને સરકાર ની ચિંતા માં ઘટાડો થશે, જો તમે આમ કરશો તો એમને એમ લાગશે કે અમારી મેહનત ને લોકો એ સમજી અને અમને આદર આપ્યો અને એ સાચા અર્થ માં દેશભક્તિ સમાન છે.

Thank You To All Worker Who Doing Their Duty In This COVID-19

તો બધા ને વિનંતી છે કે ૨૧ દિવસ સુધી જરૂરીયાત વગર બહાર ના નીકળે અને પોતાની જાત ને ઘર માં લોકડાઉન રાખે. સરકાર ને સહકાર આપો અને કોરોના સામે લડાવમાં એમને મદદરૂપ થાવો.

Fight With COVID-19

LOckDoWN YoUR SelF

#lockdown21days

7 thoughts on “Humanity Towards Real Heroes

  1. Awesome …respect comes first …😔😊👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    Like

Leave a comment