Freedom-આઝાદી-स्वतंत्रता

આજે આ કોરોના વાઇરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી દ્વારા ઉઠાવેલ નિર્ણય નો ૩ જો દિવસ છે. હજી તો માત્ર ૨ જ દિવસ થયા છે અને બધા લોકો ખુબ જ કંટાળી ગયા છે. કોઈને ઘર માં રેવાની આદત જ નથી અને તમને તો તમારા પરિવાર સાથે ઘર માં પૂરી દેવામાં આવ્યા છે. ખાલી વિચારો હવે જે લોકો પક્ષીઓ અને પ્રાણીઓ ને પીંજરા માં પૂરી રાખે છે એ પણ એકલા તો એ પક્ષી અને પ્રાણી પર શું વીતતી હશે. તમે ભલે એમને સમયસર ખાવાનું આપતા હોવ એમનું ખુબ જ ધ્યાન રાખતા હોવ પણ બીજા એમના સાથી ઓ ને આકાશ માં ઉડતા જોઈ બહાર ખુલા માં દોડા દોડ કરતા જોઈ એમની લાગણી ને કેટલી ઠેસ પહોચતી હશે.તમે તો એમને બેટા બેટા કહીને બોલાવતા હસો એ પણ તમારા માટે એટલા જ વફાદાર હશે, વફાદાર રેહવું એ એમનો સ્વભાવ છે પણ એ અંદર થી રોજ કેટલા રોતા હશે.

તમે જો ખાલી ૨ જ દીવસ માં આટલા કંટાળી ગયા છો તો પક્ષીઓ ને તો તમે આખી જિંદગી કેદ કરી રાખો છે. તમે ક્યારેય એમની લાગણી વિશે વિચાર્યું? આ એક વાઇરસ (COVID-19) થી આખું વિશ્વ હેરાન થઇ રહ્યું છે. પણ આ વાઇરસ થી આખા વિશ્વ ને ઘણી જીવન ની શીખ મળી છે. જો કદાચ આપણે ઘર માં ૨૧ દિવસ થી લોકડાઉન ના હોત તો કેદ માં રેહવાનો અનુભવ કેવો હોય એ ખબર જ ના પડી હોત. આપણે અત્યાર સુધી ખાલી બોલ્યા જ છીએ કે પક્ષી ઓ ને પૂરી ના રખાય એમને કેવું થતું હશે પણ હવે જાતે એનો એહસાસ કરી ને ખબર પડે કે એ જીવન કેવું હશે. અત્યારે આ લોકડાઉન ના પગલે બધા પોતાના ઘર માં જ રહે છે ત્યારે આ પક્ષીઓ એમનું જીવન મસ્તી થી જીવી રહ્યા છીએ. રોડ પર કોઈ વાહન નથી અને બધા ધંધા બંધ તો વાતાવરણ માં પ્રદુષણ નથી તો પક્ષી ઓ ખુલા સાફ વાતાવરણ માં મસ્તી થી ઉડી રહ્યા છે અને પ્રાણી ઓ ને પણ મજા આવી ગઈ છે. રોડ પર કોઈ નથી તો કચરો કોઈ નાખતું નથી તો એ ગંદો કચરો કોઈ પ્રાણી ના ખોરાક માં આવતો નથી તો એમના માટે પણ આ ૨૧ દિવસ નું જીવન યાદગાર બની જશે. અત્યારે માણસ, પક્ષીઓ અને પ્રાણીઓ ની જેમ પોતાની જાત ને કેદી માની ને ઘર માં પુરાઈ રહ્યો છે. પક્ષીઓ અને પ્રાણીઓ પોતાને આઝાદ માનીને આઝાદી માણી રહ્યા છે. એમને આઝાદ જોઈ ને ચેહરા પર એક સ્મિત નો ભાવ આવે છે

જે લોકો હજી પણ પક્ષીઓ ને કેદ રાખતા હોય એ આ જરૂર થી વાંચે અને થોડું વિચારે, એમને ચોક્કસ આ ૨૧ દિવસ માં આ નો અનુભવ થઇ જ જશે અને જાતે જ સમજી જશે.

હજી પણ ઘણા લોકો લોકડાઉન ને ગંભીરતાથી નથી લઇ રહ્યા એ લોકો ખાલી ઇટલી ના આંકડા જુવે અને એમાંથી કઈક શીખે અને બીજા માટે નઈ તો પોતાના પરિવાર માટે ઘર માં રહે, અને પરિવાર નું પણ ના વિચાર આવે તો પોતાના માટે ઘર માં રહો, અને પ્રધાનમંત્રી જી ના નિર્ણય ને સહકાર આપો અને આ વાઇરસ ની કડી તોડવામાં મદદરૂપ બનો….

Fight With COVID-19

LOckDoWN YoUR SelF

#lockdown21days

8 thoughts on “Freedom-આઝાદી-स्वतंत्रता

  1. Parindo ko aashman me udne me jo khushi wo pinjre me kanhaaa….
    Aurr…
    Is azadi k article ki tarif kese ho paye banyaaa……

    Like

  2. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    Like

Leave a reply to starboyjerry Cancel reply