૧ મે એટલે આપણા ગુજરાત રાજ્ય નો સ્થાપના દિવસ. 1 મે ૧૯૬૦ ના રોજ “The State Of Bombay” ના બે ભાગ પડ્યા એક ભાગ મહારાષ્ટ્ર અને બીજો ભાગ એટલે આપણુ ગુજરાત. ગુજરાત નામ સંસ્કૃત શબ્દ “ગુર્જરદેસા” પરથી પાડવામાં આવ્યું છે. ગુર્જરદેસા નો મતલબ થાય “The Land Of Gurjaras”.

ગુજરાત એ ગુજરાતીઓ નું ઘર છે. ગુજરાત ને આગવી ઓળખ આપી એવા મહાત્મા ગાંધી જેમને આપણા દેશ ને અંગ્રેજો થી આઝાદી અપાવી અને સરદાર વલ્લભભાઈ પટેલ જે પ્રજાસતાક ભારત ના સ્થાપક હતા. ગુજરાત એના સાહિત્યકાર માટે પણ ઘણું પ્રખ્યાત છે જેવા કે હેમચંદ્રાચાર્ય, નરસિંહ મેહતા, મીરાબાઈ, અખો, દલપતરામ, નર્મદ, ઉમાંશાકાર જોશી, પન્નાલાલ પટેલ વગેરે…. કવિ કાન્ત, ઝવેરચંદ મેઘાણી અને કલાપી જેવા પ્રખ્યાત કવિ પણ ગુજરાત માં થઇ ગયા. ગુજરાતી ખાવાની વાત કરીએ તો પ્રખ્યાત એવી ગુજરાતી થાળી કે જેમાં રોટલી, ભાખરી, રોટલો, થેપલા, દાળ ,ભાત, કઢી, ખીચડી, શાક, ફરસાણ બધા નો સમાવેશ થાય છે. ગુજરાતી સિનેમા માં પણ ક્યાંય પાછું પડે એમ નથી ગુજરાતી પહેલી ફિલ્મ નરસિંહ મેહતા કે જે ૧૯૩૨ માં પ્રખ્યાત થઇ હતી. ગુજરાતી સંગીત કે જે સુગમ સંગીત ના નામે પ્રખ્યાત છે. અને તહેવાર માં તો ગુજરાત જેવી નવરાત્રી, દિવાળી, હોળી તમને ક્યાય જોવા ના મળે. પર્યટન જગ્યા માં પણ ગુજરાત પાછું પડે એમ નથી અને પડે પણ કેમ જેની ધરા પર કચ્છ નું સફેદ રણ હોય અને સાપુતારા ની પર્વતીય હારમાળા હોય અને આના સીવાય પણ બીજું ઘણુબધું જેમકે સાબરમતી આશ્રમ, સોમનાથ, દ્વારકા, કીર્તિ તોરણ, અક્ષરધામ, સૂર્ય મંદિર, વિજયવિલાસ વગેરે વગેરે …..આના સિવાય ગુજરાત ના એવા ચિન્હો ની વાત કરીએ કે જેણે ગુજરાત ને આગવી ઓળખ અપાવી તો એમાં પ્રથમ છે એની ભાષા ગુજરાતી બોલવામાં પણ મીઠી અને સંભાળવા માં પણ મીઠી, બીજું છે ગુજરાતી ઓ ની શાન વધારે એવું ગીત “જય જય ગરવી ગુજરાત” કે જે કવિ નર્મદ એ લખ્યું છે, ત્રીજું છે અહિયાં ના એશિયાઈ સિંહ જેમની એક દહાડ કેટલાય કિલોમીટર દુર સુધી સંભળાય છે, ચોથું છે અહિયાં ના ખુબ જ સરસ પક્ષી ફ્લેમિન્ગો અને પાંચમું છે જેને જોતાજ દરેક ના મોઢા માંથી પાણી ની ધાર વેહવા માંડે એવું ફળ એટલે કે કેરી…. તો આ છે આપણુ ગુજરાત. જય જય ગરવી ગુજરાત

ગુજરાત ના સ્થાપના દિવસ ની સાથે સાથે આજે બીજો એક મહત્વ પર્ણ દિવસ છે 1 મે એટલે વિશ્વ મજુર દિવસ. આજના દિવસે આપણા મજુર ભાઈ ઓ ને શત શત અભિનંદન. આખા વિશ્વ માં ૧૬૦ કરોડ મજુરો છે કે જેમના અથાગ મેહનત થી આટલા મોટામોટા કામ થાય છે. આપણ ને શું યાદ રહે છે તો એફિલ ટાવર, બુર્જ ખલીફા, ટ્વીન ટાવર પણ આ બનાવા માટે લાખો મજુરો ની મેહનત છે આના સિવાય પણ દુનિયા ના કોઈ કામ મજુરો સિવાય શક્ય નથી તો આજે એ મજુર દિવસ છે. તો આજે દુનિયા ની અજાયબી ઓ ને નઈ પણ એમને બનાવા પાછળ જેમનો હાથ છે એ મજુર ને યાદ કરવાનો દિવસ છે.
તો 1 મે એટલે ગુજરાતી ઓ માટે 2 મહત્વ પૂર્ણ દિવસો એક સ્થાપના દિવસ અને બીજો વિશ્વ મજુર દિવસ.
Superb thought 👌👌
LikeLiked by 1 person
🙏🙏
LikeLiked by 1 person